દુનિયા તજી દે તું, તને દુનિયા મળી જશે
દુનિયા જો લુંટવી છે, તો દુનિયા લુંટાવી જા
મળતો નથી જો એ તો પછી ખુદ ને ખોઈ દે,
તૂ એની શોધ નો આજે નવો રસ્તો બનાવી જા..
-"આસિમ"
મજા આવી ગઈ'તી, દિપક રાગ ગાઈને સળગવામાં
તમે મલ્હાર છેડીને ભારે વેર વાળ્યુ છે.
-"વ્રજ માતરી"
નથી એક માનવી પાસે, હજી માનવ બીજો પહોંચ્યો
'અનિલ' સાંભળ્યું છે, ક્યારનો બંધાય છે રસ્તો.
-"અનિલ જોષી"
વ્યવસ્થા એમના માટે શું હોય કરવાની,
મહેમાન એવા હતા કે ઉતારા દોડતા આવ્યાં.
-"ઘાયલ"
પલ્લુ તારા તરફ નમ્યાનું તને
મુજને આનંદ ઉંચે ગયાનો છે.
-"મુકુલ ચોકસી"
Collection of my favorite Gujarati ghazals and poems including some of my creations.
Sunday, May 25, 2008
Subscribe to:
Posts (Atom)
