સાગર ના ઉછળતા મોજા, નો ઉછાળ રાખું છું,
ઠસ્સા ને મારા હું હરદમ જાકજમાળ રાખું છું.
રજની નાં અજવાળાઓ નો રસ ભરું નયન માં
તારાઓ નાં ટમટમવા નો હું ખયાલ રાખું છું.
નાચ નચાવે જીંદગી તો ખુશી ખુશી નાચું છું,
બધી જ લય માં ભળે સરસ, બસ એ જ તાલ રાખું છું
રાહ અમારી ખુદ લઈ ને જાશે મંજીલ સુધી અમો ને
અથવા નવી ખુદ રાહ બનાવવાની મજાલ રાખું છું.
પ્યારું કોઇ મળી જશે ને થશે વાત રંગો ની,
એમ વિચારી સતત સાથે હું ગુલાલ રાખું છું.
Collection of my favorite Gujarati ghazals and poems including some of my creations.
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment