એવું પણ બને ક્યારેક કશુ બોલ્યા વિના જ પડઘો પડે,
દિલ માં વસતો ચહેરો ક્યારેક અડવા જતા આઘો પડે.
ઢળતો સુરજ સમી સાંજ માં ગમી જાય એવું બને,
ક્યારેક વળી સુરજ ના બસ ઉગવાથી જ વાંધો પડે.
આશિક દિલ ને માટે આમ તો પૂરતો હોય છે ઈદ નો ચાંદ,
એવું પણ બને કે પૂનમ નો ચાંદો ક્યારેક અડધો પડે.
જીવનરુપી નાટક માં હજુ જામ્યો હોય કોઇ રંગ નવો,
ત્યાં જ અચાનક એવુ પણ બને કે અધવચ્ચે જ પડદો પડે.

No comments:
Post a Comment